Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ફિલ્મ ‘ગલી બોય’ની શાનદાર સફળતા પછી ફરી એકવાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી એક સાથે જોવા મળશે

નવી દિલ્લીઃ ફિલ્મ ગલી બોયની શાનદાર સફળતા પછી ફરી એકવાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી એક સાથે જોવા મળશે. વખતે બોલીવુડના સ્ટાર કીડના 'ડેડી' કહેવાતા કરણ જોહરની ફિલ્મમાં જોડી જોવા મળશે. 'ગલી બોય' બાદ ફરી એકવાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી ધમાકો કરવા જઈ રહી છે.

કરણ જોહર હાલમાં તેમના મહત્વાકાંક્ષી પીરિયડ ડ્રામા તખ્તને મુલતવી રાખીને લોકોના ટેસ્ટને બદલવા માટે કેટલીક હલ્કી-ફુલ્કી રોમેન્ટિક કોમેડી લાવવાની યોજના બનાવી રહ્યા છે. સાથે ફરી કરણ જોહર ધમાકો કરવા જઈ રહ્યા છે. જોકે ફિલ્મ મે મહિનામાં ફ્લોર પર જવા માટે તૈયાર હતી, પરંતુ કોવિડ રોગચાળાએ ડિરેક્ટર કરણ જોહરનું પ્લાનિંગ બગાડ્યું. હવે રોમેન્ટિક કોમેડી ફિલ્મથી સંબંધિત નવી માહિતી બહાર આવી છે.

કરણ જોહર સાથે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ એક મોડર્ન લવ સ્ટોરી હશે. એક અહેવાલ મુજબ ફિલ્મનું નામ પ્રેમ કહાનીરાખવામાં આવ્યું છે, જોકે ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિર્માતાઓ એક અલગ પણ રિલેટેબલ ટાઈટલ શોધી રહ્યા હતા, પરંતુ પછી ઘણા પ્રયત્નો કર્યા પછી તેઓએ ફિલ્મનું ટાઈટલ પ્રેમ કહાનીપસંદ કર્યું. ફિલ્મ બે ઓપોઝિટ પાત્રોની લવ સ્ટોરી છે. આમાં દર્શકોને વિંટેજ કરણ જોહરની ઝલક મળશે, જેની ફિલ્મો એક સમયે ફક્ત ખુશીઓ ફેલાવતી અને પ્રેક્ષકોને ફેયરી ટેલની દુનિયામાં લઈ જાતી.

ફિલ્મના નામ બાદ હવે ફિલ્મના શૂટિંગ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મના શૂટિંગની શરૂઆતથી ક્રૂ સભ્યોને વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેટ ડિઝાઈનિંગથી લઈને સારા મ્યુઝિક સુધીની દરેક વસ્તુ વર્ક ઈન પ્રોગ્રેસમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની ટીમે વાર્તા અને સંવાદો લખવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે.

ફિલ્મની સાથે કરણ ચાર વર્ષ બાદ દિગ્દર્શન ક્ષેત્રે પરત ફરવા જઈ રહ્યા છે. પહેલા તેમણે રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને એશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ દિલ હૈ મુશ્કિલનું દિગ્દર્શન કર્યું હતું. તે એક રોમેન્ટિક ફિલ્મ પણ હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

(4:41 pm IST)