Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આલિયા ભટ્ટે નવી ઓફિસ પાછળ કર્યો કરોડોનો ખર્ચ

બોલીવૂડની ખુબસુરત અને કમાઉ અભિનેત્રી તરીકે ઓળખાતી આલિયા ભટ્ટે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી ટોચ પર સ્થાન મેળવી લીધુ છે. આલિયાની વેનીટી વેન પણ જબરદસ્ત છે. તો તેની ઓફિસ પણ એટલી જ આકર્ષક છે. આલિયા વર્ષમાં ચોપન કરોડથી વધુની કમાણી કરતી હોવાની ચર્ચા છે. તેણે પોતાના માટે એક નવી ઓફિસ બનાવી છે જેને તસ્વીરો તેના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ થઇ છે. આલિયાએ પોતાની નવી ઓફિસનું નામ ઇટરનલ સનસાઇન રાખ્યું છે. ઓફિસમાં કેટલાક છોડ પણ છે અને કલર એકદમ લાઇટ રાખવામાં આવ્યો છે. ઓફિસ જાણે કોઇ લકઝરી હોટેલનો રૂમ હોય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આલિયા ભટ્ટને પાળતુ જાનવરો સાથે પ્રેમ છે. તેની ઝલક પણ ઓફિસની દિવાલ પર છે. એક બિલાડીનું ચિત્ર પણ જોવા મળી રહ્યું છે. ડિઝાઇન સાદી સરળ છે છતાં આકર્ષક છે. નેચરને ધ્યાનમાં રાખીને બનાવાયેલી આ ડિઝાઇન પર મોટો ખર્ચ થયાનું કહેવાય છે. આલિયાની વેનિટી વેન પણ લકઝરીથી ભરપુર છે.

(9:56 am IST)