Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સલમાન ખાનના પાંચ રૂપઃ આજથી 'ભારત' રિલીઝ

૧૮ વર્ષના યુવાનથી માંડી ૬૦ વર્ષના વૃધ્ધ સુધીના પાત્રો

સલમાન ખાન  દર વર્ષે ઇદ પર તેના ચાહકોને નવી ફિલ્મ રૂપી ઇદી આપે છે. આજે તેની ફિલ્મ 'ભારત' રિલીઝ થઇ છે. નિર્માતા અતુલ અગ્નિહોત્રી, અલવીરા ખાન, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, નિખિલ નામિત, સલમાન ખાન અને નિર્દેશક અલી અબ્બાસ જફરની આ ફિલ્મમાં સંગીત વિશાલ શેખર અને જ્યુલિયસનું છે. ૧૫૫ મિનીટની આ ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કૈફ, તબ્બુ, સુનિલ ગ્રોવર, દિશા પટાની, સતિષ કોૈશિક, જૈકી શ્રોફ, સોનાલી કુલકર્ણી, મુસ્તાક ખાન, બ્રિજેન્દ્ર કાલા, ઇવાન સિલ્વેસ્ટર, અનંત વિધાત શર્મા, આસિફ શેખ, નોરા ફતેહી, માનવ વિજ, શશાંક અરોરા, કાશ્મીરા ઇરાની સહિતના કલાકારો છે. વરૂણ ધવન ખાસ રોલમાં જોવા મળશે.

સલમાન ખાને આ ફિલ્મમાં જે પાત્રો ભજવ્યા છે તેવા આજ સુધી કોઇ દિવસ નિભાવ્યા નથી. તે ફિલ્મમાં ૧૮ વર્ષના યુવાનથી માંડી ૬૦ વર્ષના વૃધ્ધ સુધીના રૂપમાં દેખાશે. ભારત એ દક્ષિણ કોરીયાની ૨૦૧૪માં આવેલી ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર'ની અધિકૃત હિન્દી રિમેક છે.

કહાની જોઇએ તો૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે છે. ભારત (સલમાન ખાન)ના પિતા જૈકી શ્રોફ પાકિસ્તાનમાં જ રહી જાય છે. આઠ વર્ષનો ભારત ત્યારે નિર્ણય કરે છે કે તે તેના પિતા અને પરિવારજનોને એક કરશે.   એ પછી ભારતની જિંદગીના ૬૦ વર્ષ વીતી જાય છે. ફિલ્મમાં તેની જિંદગીની સાથોસાથ ભારત દેશમાં પ્રમુખ ઘટનાઓ બની હતી તેને પણ ચિત્રીત કરવામાં આવી છે. ૧૯૬૪માં ભારત ધ ગ્રેટ રશિયન સર્કસમાં જોડાય છે અને પ્લેબોય રૂપે જોવા મળે છે. ૧૯૭૦ના મધ્યમાં તે ગલ્ફ દેશમાં તેલના શંસોધનના કામમાં જોડાય છે. ત્યાં તે ચિફ એન્જિનીયર કુમુદ રૈના (કેટરીના કૈફ) સાથે પ્રેમમાં પડે છે.

એ પછી ભારત ઇન્ડિયન નેવીમાં જોડાય છે. ૧૯૯૦માં પરિવારનો વ્યવસાય સંભાળે છે. જિંદગીની ઉથલ પુથલમાં તે પિતાને શોધવાનું વચન ભુલતો નથી અને પુરા પ્રયાસો કરે છે.

(11:28 am IST)