News of Tuesday, 5th June 2018
મુંબઈ :ડિવોર્સ બાદ અર્જુન રામપાલ સુઝાનને નહિ પરંતુ એક એક્ટ્રેસને ડેટ કરી રહ્યાની ચર્ચા જાગી છે મેહર જેસિયા સાથે ડિવોર્સ લીધા પછી અર્જુન રામપાલ ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાનને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા અંગે બન્ને બાજુથી કોઈ રીતની પ્રતિક્રિયા આવી નહોતી.જોકે, હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે અર્જુન રામપાલ 45 વર્ષની સુઝાનને નહિ પરંતુ 26 વર્ષની યુવતીને ડેટ કરી રહ્યો છે.
એક ન્યૂઝવેબસાઈટના જણાવ્યાનુસાર અર્જુન હાલ 26 વર્ષની એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે. અર્જુન જે યુવતીને ડેટ કરી રહ્યો છે તે ‘ડીજે વાલે બાબુ’ની એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક છે. આ બન્ને એકબીજા સાથે સમય પસાર કરતાં જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નતાશાએ અર્જુન રામપાલની સાથે ફિલ્મ ડેડીમાં એક આઈટમ સોંગ પર ડાન્સ કર્યો હતો. ત્યારથી જ બન્ને વચ્ચે ડેટિંગના ન્યૂઝ આવી રહ્યાં હતાં. આ બન્નેની ઉંમરમાં 19 વર્ષનો તફાવત છે. નતાશા એક સર્બિયન મોડલ અને ડાન્સર છે. નતાશા એક પ્રોફેશનલ ડાન્સર છે. તેને બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબુ’થી ઓળખ મળી હતી. આ ગીત હજુ પણ દરેક લગ્ન સમારોહ અને ડીજે પર વાગે છે.
‘ડીજે વાલે બાબુ’ ઉપરાંત નતાશાએ ફુકરે રિટર્નના મહેબુબા ગીત પર પણ ડાન્સ કર્યો હતો. આ સાથે જ નતાશાએ ‘હોલિ ડે’, ‘ઢિશ્ક્યાંઉ’ અને ‘એક્શન જેક્શન’ જેવી ફિલ્મ્સમાં પણ કેમિયો રોલ કર્યો છે. નતાશા રિયાલિટી શો ‘બિગ બોસ’ની આઠમી સિઝનમાં ભાગ લઈ ચૂકી છે. નતાશા સ્ટેનકોવિક રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’ની આઠમી સિઝનમાં પણ ભાગ લઈ ચૂકી છે.
આ સાથે જ નતાશાએ ‘હોલિ ડે’, ‘ઢિશ્કયાઉં’ અને એક્શન જેક્શન જેવી ફિલ્મ્સમાં કેમિયો રોલ કર્યો હતો. નતાશાએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરુઆત પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’ના એક ગીતના ડાન્સથી કરી હતી.
નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. નતાશા સોશિયલ મીડિયા પર પોતાની અનેક સુંદર તસવીરો શૅર કરતી રહે છે.