Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાકેશ મહેરાની આગામી ફિલ્મમાં કામ કરશે રણવીર સિંહ

મુંબઇ:રણવીર સિંહ હાલ એક પછી એક ફિલ્મ સાઇન કરી રહ્યો છે અને તેની ફિલ્મો બોકસ ઓફિસ પર સફળ પણ થઇ રહી છે. આજે તે બોલીવૂડના નિર્માતા-દિગ્દર્શકોનો માનીતો અભિનેતા બની રહ્યો છે. રણવીર હવે ટોચના દિગ્દર્શકો સાથે કામ કરે છે અને તેનો આગામી પ્રોજેક્ટ રાકેશ મહેરા સાથે હોય તેવી શક્યતા છે.

 

'' રણવીર સિંહ અને રાકેશ ઓમ પ્રકાશ મહેરાછેલ્લા ઘણા સમયથી સાથે કામ કરવાની વાત કરી રહ્યા છે. રાકેશે રણવીરને એક આઇડિયા પર સંભળાવ્યો છે અને તે અભિનેતાને પસંદ પણ પડયો છે. જોકે રણવીરે હજી સુધી પ્રોજેક્ટ માટે હા ભણી નથી.
ફિલ્મ સાઇન કરતા પહેલા રણવીર રાકેશ મહેરા સાથે વધુ વાતચીત કરશે. રાકેશ મહેરા પાસે હાલ બે પ્રોજેક્ટ છે જેમાંની એક કબ્બડી રમતની આસપાસ ફરતી જોવા મળશે. ફિલ્મમાં પિતા-પુત્રના સંબંધો દર્શાવામાં આવશે. જ્યારે બીજી સ્ક્રિપ્ટની વિગત હજી જાણવા મળી નથી, તેમ સૂત્રે જણાવ્યું હતું.
વાસ્તવમાં તો સંજય લીલા ભણશાલી સાથે કામ કરીને રણવીર લોકપ્રિય થઇ ગયો છે. ફિલ્મ પદમાવતના તેના અભિનયને ચારેકોરથી પ્રશંસા મળી છે. હાલ તે જોયા અખતરની 'ગલી બોય પૂરી કરી છે.હવે તે રોહિત શેટ્ટીની 'સિમ્બાના શૂટિંગમાં વ્યસ્ત થશે.
 

(4:44 pm IST)