Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મહેશ માંજરેકરની ક્રાઇમ થ્રિલર ફિલ્મ કરશે સોનલ ચૌહાણ

મુંબઇ :  જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હવે મહેશ માંજરેકરની ટાઇટલ વિહોણી ફિલ્મમાં ચમકવાની છે. ફિલ્મ ક્રાઇમ થ્રીલર ટાઇપની છે અને એમાં ગેંગસ્ટર તથા અંધારી આલમની વાત છે. ખુદ મહેશ માંજરેકરે સ્ક્રીપ્ટ તૈયાર કરી છે અને એમાં સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહ અને અમોલ પાલેકર પણ ચમકવાના છે. વિજય અને પ્રતીક ગાલાની પોતાના બેનર તળે ફિલ્મ બનાવવાના છે. એનો હીરો વિદ્યુત જામવાલ છે. ઉપરાંત સોનલ હાલ જે પી દત્તની પલટન ફિલ્મ કરી રહી છે જેમાં ૧૯૬૭માં  નાથુ લા નજીક ભારતીય અને ચીની દળો વચ્ચે અથડામણ થઇ હતી. પલટનમાં હર્ષવર્ધન રાણે ઉપરાંત જેકી શ્રોફ, અર્જુન રામપાલ, સુનીલ શેટ્ટી અને સોનૂ સૂદ ચમકી રહ્યા છે. આથી વધુ મહેશ માંજરેકરની ફિલ્મ વિશે માહિતી આપવામાં આવી નહોતી. ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની છે.

(4:43 pm IST)
  • સુનંદા પુષ્કર હત્યાકાંતઃ શશી થરૂર પર ચાલશે કેસઃ ૭ જૂલાઇએ આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેશે access_time 3:22 pm IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST

  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST