Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જ્હાન્વી, સારા કરતાં આગળ છે દિશાની ચક્રવર્તિ

સુંદરતાની બાબતમાં મિથુન ચક્રવર્તિની દિકરી દિશાની ચક્રવર્તિ શ્રીદેવીની દિકરી જ્હાન્વી અને સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન કરતાં પણ આગળ છે.  જ્હાન્વી હાલમાં ફિલ્મ ધડક અને સારા કેદારનાથ તથા સિમ્બા થકી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. દિશાની પણ ગમે ત્યારે બોલીવૂડમાં એન્ટ્રી કરશે તેમ જણાય છે. ચર્ચા છે કે દિશાની યુએસમાં અભિનયની તાલિમ લઇ રહી છે. તાજેતરમાં એક વેબસાઇટ દ્વારા સર્વે થયો હતો કે જ્હાન્વી, સારા અને દિશાનીમાં વધુ ખુબસૂરત કોણ? તો તેમાં દિશાનીને ૫૪.૫૫ અંક મળ્યા હતાં. જ્હાન્વીને ૨૭.૨૭ અને સારાને ૧૮.૧૮ મળ્યા હતાં. દિશાની અવાર-નવાર સોશિયલ મિડીયા પર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તે કયારે બોલીવૂડમાં આવશે એ હજુ નક્કી નથી. 

(10:03 am IST)