Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

આ વખતે ઇન્સ્પેકટર નહિ, ઉદ્યોગપતિના રોલમાં છે અનિલ

અનિલ કપૂર અલગ-અલગ રોલ નિભાવવા માટે જાણીતો છે. સલમાન ખાન સાથે રેસ-૩માં તે મહત્વના રોલમાં છે. ચાહકો પણ તેના વિશે જાણવા આતુર છે. નિર્દેશક રેમો ડિસુઝાએ કહ્યું હતું કે અગાઉની રેસમાં અનિલ કપૂરે ઇન્સ્પેકટ આર.ડી.નો મજેદાર રોલ નિભાવ્યો હતો. પણ આ વખતે તે ધમાકેદાર એકશનદ્રશ્યોમાં જોવા મળશે. અનિલ કપૂરને ઉદ્યોગપતિ શમશેરનો રોલ અપાયો છે. તેની ફિલ્મમાં એન્ટ્રી ધમાકેદાર એકશન સિન સાથે થશે. ખાસ વાત એ છે કે આ એકશન દ્રશ્યો માટે અનિલ કપૂરે ડુપ્લીકેટની સહાય નથી લીધી, જાતે જ દ્રશ્યો ભજવ્યા છે. પ્રારંભે તો અનિલના ભાગે ઓછા એકશન સિન હતાં. પણ તેનું કામ જોઇને નિર્દેશકે આવા સિન વધારવા મજબુર થવું પડ્યું હતું. અનિલે એકશન સિન માટે અબુધાબીમાં ખાસ તાલિમ લીધી હતી.

(10:03 am IST)