Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ગંભીર રોલ નહિ, હવે કોમેડી કરતી દેખાશે નિમ્રત

અભિતેન્રી નિમ્રત કોૈરે બોલીવૂડ અને હોલીવૂડમાં અત્યાર સુધી જે ફિલ્મો કરી છે તેમાં તેના રોલ શકિતશાળી જ રહ્યા છે. લંચ બોકસ, એરલિફટ, વેવોર્ડ પાઇન્સ, હોમલેન્ડ સહિતની તેની ફિલ્મોમાં તેના પાત્રો એકદમ અલગ મજબૂત હતાં. અત્યાર સુધીની ફિલ્મોમાં મોટે ભાગે ધીરગંભીર ભુમિકાઓમાં જોવા મળેલી નિમ્રત હવે અલગ જ રોલમાં દેખાવાની છે. તે તુષાર જાલોટાની એક કોમેડી ફિલ્મ કરી રહી છે. ફિલ્મનું નામ દસવીં છે. જેમાં અભિષેક બચ્ચન અને યામી ગોૈતમ પણ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મનું મોટા ભાગનું કામ પુરૂ થઇ ગયું છે. નિમ્રતમાં અભિનય ક્ષમતા ભરપુર છે. તે કહે છે અત્યાર સુધી મેં ગંભીર પાત્રો ભજવ્યા છે. દર્શકોને પણ મારા આવા પાત્રો ગમ્યા હોઇ મને નિર્માતા મોટે ભાગે આવા રોલ વધુ ઓફર કરતાં હતાં. પરંતુ હવે મેં કોમેડીમાં હાથ અજમાવ્યો છે. હું દેશી અને વિદેશી બંને ફિલ્મો સમાંતરે કરતી રહુ છું. નિમ્રત કહે છે છેલ્લા કેટલાક સમયમાં ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ બાબતે જે બદલાવ આવ્યો છે તે ખુબ સારો છે. હવે અભિનેત્રીઓ પણ કોઇપણ મુદ્દે પોતાનો મત રજૂ કરી શકે છે.

(9:53 am IST)
  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • ગોવામાં કોરોના પોઝિટિવિટી રેટ, દેશભરમાં સૌથી વધુ 51.67% છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:40 pm IST

  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST