Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

'રાઝી'ના 'દિલબરો'ગીતના શૂટિંગ વખતે આલિયાએ 175 વાર પહેર્યો લગ્નનો કોસ્ચ્યૂમ

મુંબઈ: ‘ઉડતા પજાંબ’ અને ‘હાઇવે’ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગમાં પોતાના કામને સાબિત કરી ચૂકી એક્ટ્રેસ આલિયા ભટ્ટ જલ્દીથી પોતાની અપકમિંગ ફિલ્મ ‘રાઝી’માં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે જેમા આલિયાની એક્ટિંગના વખાણ પણ કરી રહ્યા છે.

અહીંયા સુધી કે આલિયા અપકમિંગ ફિલ્મ ‘ રાઝી’ નું શૂટિંગ પણ ખૂબ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. આલિયાને ફિલ્મના સોન્ગ ‘દિલબરો’ ની શૂટિંગ દરમિયાન એક કોસ્ચ્યૂમને 175 વખત પહેરવો પડ્યો હતો. મેકર્સે ફિલ્મના મેકિંગનો વીડિયો શેર કર્યો છે. જેમાં આલિયા ભટ્ટ અને ફિલ્મના ડિરેક્ટર ફિલ્મ સાથે જોડાયેલી વાતો શેર કરતા નજર આવી રહ્યા છે.

(4:15 pm IST)