Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

બોલો લ્યો.... 'સાહો' ફિલ્મમાં એક્શન સીન માટે ખર્ચાશે 90 કરોડ

મુંબઈ: બાહુબલી ફૈમ અભિનેતા પ્રભાસની બહુચર્ચિત આગામી ફિલ્મ સાહોની તેના પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ફિલ્મના સેટથી એક ફોટો સામે આવ્યો હતો. જેમાં પ્રભાસ બાઈક પર બેઠેલ નજરે પડયો હતો. ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપુર રોમેન્સ કરતી નજરે પડશે. 
સુત્રોના જણાવ્યા મુજબ આ ફિલ્મ આશરે ૩૦૦ કરોડના બજેટમાં તૈયાર થઈ રહી છે. ફિલ્મના એક્શન સીનની શુટિંગ દુબઈમાં ચાલી રહી છે. ત્યારે એવા અહેવાલ સામે આવ્યા છે કે આ એક્શન સીન પર ફિલ્મના બજેટનો ત્રીજો ભાગ એટલે કે ૯૦ કરોડ રુપિયા ખર્ચવામાં આવશે. એક્શન સીનનુ શુટિંગ હોલીવુડના એક્શન કોરીયોગ્રાફર કૈની બેટ્સના ડાયરેક્શનમાં કરવામાં આવી રહ્યુ છે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે દર્શકોએ આ પહેલા કોઈ ફિલ્મમાં એવા મારધાડથી ભરપૂર એક્શન સીન નહીં જોયા હોય. 
ફિલ્મમાં નીલ નિતિન મુકેશ વિલનની ભૂમિકામાં નજરે પડશે. આપને જણાવી દઈએ કે, ફિલ્મ સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપુર ઉપરાંત નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ, શક્તિ કપુર, ચંકી પાંડે સહિતના જાણીતા કલાકારો નજરે પડશે. ફિલ્મમાં પ્રભાસ એક પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રજુ કરાશે.

(4:14 pm IST)