Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

સોનમ કપૂરના લગ્નમાં રાખવામાં આવ્યો ડ્રેસ કોડ

મુંબઈ: સોનમ કપુર અને આનંદ આહુજાના લગ્ન ૮ મેના રોજ મુંબઈમાં થવાના છે જેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. બન્નેના લગ્નના કાર્ડ પણ સામે આવી ચુક્યા છે. નેચરલ થીમ પર બનાવાયેલ આ કાર્ડ આકર્ષક લાગી રહ્યા છે. લગ્નના કાર્યક્રમની શરુઆત ૭મેએ મહેંદીની વીધિ સાથે થશે. 
કાર્ડમાં જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકો માટે ડ્રેસ કોડ નક્કી કરાયો છે. તમામ લોકોએ વ્હાઈટ સેડ્સમાં આવવાનુ રહેશે. જેથી તમામ સેલિબ્રીટી કાર્યક્રમને ચારચાંદ લગાવી શકે. જ્યારે લગ્નની વિધી ૮મેના રોજ બપોરના સમયે થશે. લગ્નમાં શીખ ટ્રેડિશનને ફોલો કરવામાં આવશે. જે દિવસે તમામ મહેમાનો માટે ઈન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરવી ફરજીયાત બનાવવામાં આવી છે. લગ્ન બાદ ૮ મેની રાત્રે ડાંસ અને મ્યુઝિકલ રીસેપ્શનની પાર્ટી રાખવામાં આવી છે જેમાં તમામ મહેમાનો માટે ઈન્ડિયન કે વેસ્ટર્ન ફોર્મલ ડ્રેસ ફરજીયાત બનાવાયો છે. 
મહત્વનુ છે કે સોનમ કપુરની આનંદ આહુજા સાથેના લગ્નની જાહેરાત ગત મંગળવારે કરાઈ હતી. બન્ને પરિવારોએ આ અંગત કાર્યક્રમમાં તેમના અંગત જીવનનુ ધ્યાન રાખવા અપીલ કરી છે..

(4:14 pm IST)