Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

2017નો મોસ્ટ ડિઝાયરેબલ મેન બન્યો રણવીર સિંહ

મુંબઈ: બોલીવુડ અભિનેતા રણવીર સિંહનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબદબો ખૂબ વધી રહ્યો છે, જે પોતાની દરેક ફિલ્મ અને કેરેક્ટરની સાથે એક્સપેરીમેંટ કરીને તમામને ચોંકાવી રહ્યો છે. પછી તે પેશવા બાજીરાવ હોય કે પછી અલાઉદ્દીન ખિલજી દરેક પાત્રમાં તેણે જીવ રેડીને તમામને પ્રભાવિત કર્યા છે. જેથી રણવીરસિંહને ૨૦૧૭નો મોસ્ટ ડિઝાયરેબલ મૈન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 
મોસ્ટ ડિઝાયરેબલ મૈન પસંદ થવા પર રણવીરે જણાવ્યુ કે, હું પોતાને મોસ્ટ ગુડ લુકિંગ અભિનેતા પણ નથી માનતો, તો મને મોસ્ટ ડિઝાયરેબલ મૈન પસંદ કરવો મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. મહત્વનુ છે કે વર્ષ ૨૦૧૫મં રણવીરને જ મોસ્ટ ડિઝાયરેબલ મૈન પસંદ કરવામાં આવ્યો હતો અને હવે ૨૦૧૭માં પણ તેને આ ટાઈટલ મળ્યુ છે. 
હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન વોટિંગ કરાવ્યુ હતું જેમાં લોકોએ ૨૦૧૭ના ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ મેન પસંદ કર્યા અને આ યાદીમાં રણવીરસિંહ ટોપ પર હતો. સાથે જ ક્રિકેટર વિરાટ કોહલી મોસ્ટ ડિઝાયરેબલ મૈનની યાદીમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે

(4:14 pm IST)