Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

અમિતાભ બચ્‍ચન અને રશ્‍મિકા મંદાના અભિનીત

‘ગુડબાય'નું શૂટિંગ શરૂ થયું

મુંબઇ,તા. ૫ : બાલાજી ટેલિફિલ્‍મ્‍સ અને રિલાયન્‍સ એન્‍ટરટેનમેન્‍ટની આગામી ફિલ્‍મ ‘ગુડબાય'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્‍મનું દિગ્‍દર્શન વિકાસ બહલ કરી રહ્યા છે અને મેગાસ્‍ટાર અમિતાભ બચ્‍ચન અને સાઉથ સેન્‍સેશન રશ્‍મિકા મંદાના મુખ્‍ય ભૂમિકામાં છે.

ફિલ્‍મના મુહૂર્તનુ શૂટિંગ શુક્રવારે મુંબઇમાં થયું હતું. રશ્‍મિકાએ શુક્રવારથી ફિલ્‍મનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. બિગ બી ૪ એપ્રિલથી શૂટિંગનો ભાગ બનશે. વિકાસ બહલ અને એકતા કપૂર ફરીથી ‘ગુડબાય'માં ફરી એક સાથે આવી રહ્યા છે. જેમણે અગાઉ લૂંટેરા ઉડતાં પંજાબ જેવી વિવેચક વખણાયેલી ફિલ્‍મોમાં સહયોગ આપ્‍યો હતો. જે બંને ખૂબ વખણાઇ હતી.

ઉત્‍સાહિત નિર્માતા એકતા કપૂરે ‘ગુડબાય' વિશે જણાવ્‍યુ હતુ કે, ગુડબાય એક ખૂબ જ ખાસ વિષય છે. જેમાં ભાવના અને મનોરંજનનું સમાન માપ છે. આ એક વાર્તા છે. જે પ્રત્‍યેક પરિવાર સાથે જોડાયેલી લાગશે. હું બચ્‍ચનજી સાથે કામ કરવા આતુર છું અને રશ્‍મિકા મંદાનાને આ સુંદર ફિલ્‍મમાં રજુ કરવા માટે રોમાંચિત છું.

(5:14 pm IST)