Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

નોંધ લેવામાં આવે એ કારણે મોટી ફિલ્મો કરુ છું: વાણી

બોલીવૂડમાં એક પછી એક ફિલ્મો કરીને અલગ ઓળખ ઉભી કરવામાં સફળ નિવડેલી અભિનેત્રી વાણી કપૂર કહે છે કે મારી જરૂરી નોંધ લેવામાં આવે એ માટે થઇને હું મોટી ફિલ્મો કરતી રહુ છું. શુધ્ધ દેશો રોમાન્સ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર વાણી રણવીરસિંહ સાથે બેફિકરે અને રિતીક રોશન સાથે વોર ફિલ્મને કારણે પણ ખુબ ચર્ચામાં આવી હતી. વાણી કહે છે જ્યારે તમે કોઇપણ મોટી ફિલ્મોમાં કામ કરો છો ત્યારે તેનો ફાયદો થાય જ છે. કારણ કે આવી ફિલ્મો વધુ લોકો જોતાં હોય છે અને તમારા ઉપર પણ નજર રાખતા હોય છે. આ કારણે જ હું આવી ફિલ્મો વધુ પ્રમાણમાં કરવાનો આગ્રહ રાખુ છું. જેમાં મને મારી અભિનય ક્ષમતા દેખાડવાની તક પણ મળી જાય છે. મારી આગામી ફિલ્મોમાં મેં દર્શકોનું મનોરંજન પુરૂ પાડવા અત્યંત મહેનત કરી છે. વાણીનાી આગામી ફિલ્મોમાં અક્ષય કુમાર સાથની બેલબોટમ, રણબીર કપૂર સાથેની શમશરા અને આયુષ્યમાન ખુરાના સાથેની ચંડીગઢ કરે આશિકી છે. આ તમામ મોટા બજેટની ફિલ્મો છે.

(10:01 am IST)