Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

હું કઠોર બની શકતી નથીઃ અદિતી રાવ હૈદરી

હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ એમ અનેક ભાષાની ફિલ્મો કરી ચુકેલી હૈદરાબાદની અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ તમિલ ફિલ્મ શ્રૃંગારમથી ૨૦૦૭માં કારકિર્દી શરૂ કરી હતી. બોલીવૂડમાં તે દિલ્હી-૬, ધોબી ઘાટ, યે સાલી જિંદગી, રોકસ્ટાર, મર્ડર-૩, બોસ, ખુબસૂરત, ગુડ્ડુ રંગીલા, વઝીર, ફિતૂર, ધ લિજેન્ડ ઓફ માઇકલ મિશ્રા, ભૂમિ, પદ્દમાવત, દાસ વેવ સહિતની ફિલ્મો કરી ચુકી છે. તાજેતરમાં તેની ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન પરિણિતિ ચોપડા સાથે આવી હતી. જેમાં પણ તેનો અભિનય વખાણાયો હતો. હાલમાં તેના હાથ પર તમિલ-તેલુગુ મળી ચાર ફિલ્મો છે. અદિતીએ કહ્યું હતું કે તે ખુબ લાગણીશીલ છે, તે કઠોર બની શકતી નથી. આવુ થવું તેના માટે ખુબ મુશ્કેલ છે. તે કહે છે સોશિયલ મિડીયા પર કોઇને કોઇ સેલિબ્રિટીઝની વારંવાર ટીકા થાય છે. ટ્રોલ કરવામાં આવે છે. હું આવું કરી શકતી નથી. મને તરત માઠુ લાગી જાય છે. હું જોરથી હસી શકુ છું અને રડી પણ શકુ છું. આ કારણે મારા માટે ઘણીવાર કપરા દિવસ આવે છે. કોઇ તમને રિજેકટ કરે તો એ દિલ તૂટવા જેવું હોય છે.

(10:01 am IST)