Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આ પાત્ર મારી આશાઓ પુરી કરે તેવું છેઃ પ્રતિક

પ્રતિક ગાંધીને હર્ષદ મહેતાના જીવન પરની ફિલ્મ સ્કેમ ખુબ ફળી છે. તેને બોલીવૂડમાં સતત નવી ઓફર મળવા માંડી છે. હવે તે તાપસી પન્નુ સાથે ફિલ્મ વો લડકી હૈ કહાંમાં મુખ્ય ભુમિકા ભજવશે. આ એક ઇન્વેસ્ટીગેશન કોમેડી ફિલ્મ છે.  ફિલ્મમાં તાપસી પન્નુ ચુલબુલી પોલીસ અધિકારીના રોલમાં જોવા મળવાની છે. જ્યારે પ્રતિક એક છેલબટાઉ છોકરાના રોલમાં છે. આ બંને એક સફર પર ભેગા થઇ જાય છે અને કહાની આગળ વધે છે. ફિલ્મનું લેખન અને નિર્દેશન અરશદ સૈયદે કર્યુ છે. તેની નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ છે. નિર્માતા સિધ્ધાર્થ રોય કપૂર છે. તેણે કહ્યું હતું કે અરશદે મને કહાની સંભળાવતાં જ હું ફિલ્મનું નિર્માણ કરવા તૈયાર થઇ ગયો હતો. અમે તાપસી સાથે કામ કરવા ઉત્સાહીત છીએ. પ્રતિકે સ્કેમના પોતાના અભિનયથી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. પ્રતિકે કહ્યું હતું કે હું સ્કેમ પછી કંઇક અલગ કરવા ઇચ્છતો હતો. આ ફિલ્મનું પાત્ર મારી તમામ આશાઓ પુરી કરી દે તેવું છે. શુટીંગ ઝડપથી શરૂ થશે.

(10:13 am IST)
  • અમે ટ્રેક્ટરમાં પંખા ફિટ કર્યા છે જે ઉનાળાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમૃતસરથી દિલ્હી જવા રવાના થશે અને મચ્છરોને દૂર રાખવા અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે જાળીઓ પણ મૂકી છે. સરકાર ખેતીના નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું - એસ.એસ.પંધર, કિસાન મજૂર સંઘર્ષ સમિતિના રાજ્ય સેક્રેટરી access_time 9:23 pm IST

  • ચીને સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યું:ચીને સંરક્ષણ બજેટને પહેલીવાર ૨૦૦ અબજ ડોલરથી વધુ રકમ સુધી વધાર્યું ચીનનું સંરક્ષણ બજેટ ભારતથી ૩ ગણું વધારીને ૨૦૯ અબજ ડોલર કરાયું: એશિયામાં શસ્ત્ર દોટ વધવાની શકયતા access_time 12:46 am IST

  • મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર સામે મળેલ શંકાસ્પદ સ્કોર્પીયો કારના માલિકનું રહસ્યમય મોત : કાર માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ : થોડા દિવસ અગાઉ રિલાયન્સના મુકેશ અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ સ્કોર્પીયો કાર દેખાઈ હતી : જેમાંથી જીલેટીન મળ્યા હોવાના જે તે વખતે ખુલાસો થયો હતો access_time 5:24 pm IST