Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોનું પોસ્‍ટર રિલીઝ

મુંબઇ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ સાહોનું નવું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મના આ નવા પોસ્ટર દ્વારા સસ્પેંસ જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી શ્રદ્ધા કપૂરના જન્મદિવસના અવસર પર 'શેડ્સ ઓફ સાહો ચેપ્ટર 2'નો વીડિયો રિલીઝ કરવામાં આવશે પરંતુ વીડિયો પહેલાં આ પોસ્ટરને રિલીઝ કરીને નિર્માતાઓએ દર્શકોને ઉત્સાહિત કરી દીધા છે.

આ પહેલાં પ્રભાસના જન્મદિવસના અવસર પર નિર્માતાઓને 'શેડ્સ ઓફ સાહો'ના પહેલા અધ્યાયમાં ના ફક્ત પ્રભાસની આગામી ફિલ્મથી સ્ટાઇલિશ લુક શેર કરવામાં આવ્યો હતો પરંતુ અબુ ધાબી શેડ્યૂલની ઝલક પણ શેર કરવામાં આવી હતી. જ્યાં સાહોની ટીમે ઇંડસ્ટ્રીના સૌથી મોંઘા અને એક્શન દ્વશ્યોને અંજામ આપ્યો છે. 'શેડ્સ ઓફ સાહો ચેપ્ટર 1' દર્શકોને ખૂબ પસંદ આવ્યું હતું અને હવે એવામાં બધાની નજર બીજા અધ્યાય પર ટકેલી હતી.

સૌથી વધુ રાહ જોવાતી ફિલ્માંની એક 'સાહો'માં સુપરસ્ટાર પ્રભાસ સાથે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે અને ફિલ્મને એકસાથે હિંદી, તમિળ અને તેલૂગૂમાં શૂટ કરવામાં આવી રહી છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને ચંકી પાંડે મનોરંજન પુરૂ પાડશે.

અમિતાભ ભટ્ટાચાર્યના લિરિક્સ અને શંકર-એહસાન-લોયનું સંગીત છે. આ ફિલ્મમાં ફોટોગ્રાફી નિર્દેશક મેઢી, અનુભવી એડિટર શ્રીકર પ્રસાદ અને લોકપ્રિય પ્રોડક્શન ડિઝાઇનર સાબૂ સિરિયલની ઉપસ્થિતિ સાથે તમે એક અવિશ્વનિય અને અદભૂત ફિલ્મની અપેક્ષા કરી શકો છો. એક્શન થ્રીલર 'સાહો' વામસી, પ્રમોદ, વિક્રમ દ્વારા નિર્મિત અને સુજીત દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(4:52 pm IST)