Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

શરદ મલ્હોત્રા કરશે દિલ્હીની રિપ્ચી સાથે લગ્ન

ટીવી પરદાનો સ્ટાર શરદ મલ્હોત્રા હવે લગ્ન કરવા જઇ રહ્યો છે. આવતા મહિને એપ્રિલમાં તે દિલ્હીની ડિઝાઇનર રિપ્ચી ભાટીયા સાથે લગ્નબંધને બંધાશે. શરદ અને પૂજા બિસ્ટ વચ્ચે ગયા વર્ષે બ્રેકઅપ થઇ ગયા પછી શરદ હવે કોઇપણ રિલેશનશીપ માટે તૈયાર નહોતો. બીજી તરફ તેની મા તેને લગ્ન કરી લેવા માટે સતત દબાણ કરતી હતી. શરદની મુલાકાત એક પારિવારીક ફંકશનમાં રિપ્ચી સાથે થઇ હતી. પહેલી નજરે જ શરદને રિપ્ચી ગમી ગઇ હતી. શરદના માતાને પણ તે ગમી હતી. આ લવ કમ એરેન્જ મેરેજ કહી શકાશે. રિપ્ચી અને શરદ એકબીજાને પસંદ કરતાં હોઇ તે પોતાની રિલેશનશીપને આગળ લઇ જવા તૈ્યાર થયા છે. આવતા મહિને બંને લગ્ન કરી લેશે. રિપ્ચી લગ્ન માટે પોતાના કપડા જાતે ડિઝાઇન કરશે. હાલમાં સ્ટાર ભારત પરના શો 'મુસ્કાન'માં શરદ રોનકનો રોલ નિભાવી રહ્યો છે.

 

(9:43 am IST)