Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વધુ એક હોરર કોમેડીમાં રાજકુમારઃ સાથે જ્હાન્વી કપૂર

નિર્માતા દિનેશ વિજન વધુ એક વખત હોરર કોમેડી બનાવી રહ્યા છે. અગાઉ તેણે રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂરને લઇને સ્ત્રી નામની ફિલ્મ બનાવી હતી, જે સુપરહિટ સાબિત થઇ હતી. હવે ફરીથી તે રાજકુમારને રિપીટ કરશે. આ વખતે તેણે હિરોઇન તરીકે જ્હાન્વી કપૂરને લેવાનું નક્કી કર્યુ છે. સ્ત્રી ફિલ્મની સફળતા પછી દિનેશ વિજન ફરી વખત આવી જ એક ફિલ્મ બનાવવા તૈયાર છે. આ હોરર કોમેડી માટે રાજકુમાર રાવનું નામ ફાઇનલ થઇ ગયું છે. જ્હાન્વીના અભિનયથી આકર્ષિત નિર્માતાઓએ આ ફિલ્મ માટે તેની પસંદગી કરી છે. આ ફિલ્મ અગાઉની સ્ત્રીની સિકવલ હોવાનું કહેવાય છે. સ્ત્રી પાર્ટ-૨ નામ અપાશે કે કેમ? તે હજુ નક્કી નથી. જ્હાન્વી રાજકુમારની મોટી ચાહક અને પ્રશંસક છે. તેની સાથે કામ મળતાં તે અત્યંત ખુશ છે.

(9:41 am IST)