Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

નિષ્ફળતા સોનાક્ષીનો પીછો નથી છોડતી

સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી બોલીવૂડમાં જોરદાર એન્ટ્રી કરનારી અને રાતોરાત અસંખ્ય ચાહકોના દિલમાં રાજ કરવા માંડેલી સોનાક્ષી સિન્હાની હાલમાં એક પછી એક ફિલ્મો ફલોપ નિવડી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી વેલકમ ટુ ન્યુયોર્ક પણ કોઇ કમાલ દેખાડી શકી નથી. આ ફિલ્મે પહેલા અઠવાડીએ માંડ બે કરોડનો વકરો કર્યો હતો. સોનાક્ષી સિન્હાની ફિલ્મોનો સતત ઘટી રહેલો ગ્રાફ ચિંતાનો વિષય છે. અગાઉ સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે આવેલી ઇત્તેફાક પણ બોકસ ઓફિસ પર પીટાઇ ગઇ હતી. એ ફિલ્મ માત્ર ત્રીસ કરોડનો વેપાર જ કરી શકી હતી. એ પહેલા ગયા વર્ષે આવેલી સોનાક્ષીની ફિલ્મ નૂરમાં પણ કોઇ નૂર નહોતાં. માત્ર સાત કરોડની કમાણી કરી હતી. ફોર્સ-૨માં જ્હોન અબ્રાહમ સાથે તેણે કામ કર્યુ હતું. એ ફિલ્મનો વકરો ૩૫ કરોડ જ હતો. એકશન અવતારવાળી અકિરાએ પણ સોનાક્ષીને ફાયદો આપ્યો નહોતો. અર્જુન કપૂર સાથેની તેવર પણ ફલોપ હતી. આમ સોનાક્ષીની સતત છ ફિલ્મો નિષ્ફળ નિવડી છે.

(9:50 am IST)