Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

મોહિતના નવા લૂકના મૌનીએ કર્યા વખાણ

ટીવી અભિનેતા મોહિત રૈના નવા શો '૨૧ સરફરોશ સારાગઢી ૧૮૯૭'ના શુટીંગમાં વ્યસ્ત છે. હાલમાં જ મોહિતે પોતાના નવા લૂક સાથેની તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં મોહિત ટી-શર્ટ જીન્સ પહેરીને ઝાડના ટેકે બેઠલો અને સ્માઇલ આપતો દેખાય છે. આ તસ્વીર જોઇને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ મોૈનીના દિલમાં જાણે પ્રેમ ઉભરાઇ ગયો હોય તેમ તેણે પ્યાર ભરી કોમેન્ટ કરી દીધી હતી. દેવો કે દેવ મહાદેવમાં મોૈની અને મોહિતે સાથે કામ કર્યુ હતું અને બંને ડેટીંગ કરી રહ્યાની વાતો પણ ખુબ ચગી હતી. પરંતુ બાદમાં બ્રેકઅપ થઇ ગયાનું કહેવાતું હતું. હાલમાં બંને એક બીજા વિશે સ્પષ્ટ વાત કરતાં નથી. પરંતુ સોશિયલ મિડીયા પર તેની ઇશારાઓમાં વાતો થતી રહે છે.

(9:49 am IST)