Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

આવતા વર્ષે શરૂ થશે સિંઘમ-૩નું શુટીંગ

રોહિત શેટ્ટી અને અજય દેવગણની જોડી અનેક હિટ ફિલ્મો આપી ચુકી છે. કોમેડી અને એકશન એમ બંને પ્રકારની સુપરહિટ ફિલ્મો આ બંને બનાવી ચુકયા છે. હવે સિંઘમ-૩નું કામ શરૂ થવાનું છે. અગાઉની સિંઘમ અને સિંઘમ રિટર્ન્સ સુપરહિટ સાબિત થઇ હતી. ઇમાનદાર પોલીસ ઓફિસર બાજીરાવ સિંઘમના રોલમાં અજયને તેના ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. લગભગ તમામ પોલીસ ઓફિસરો અને કર્મચારીઓએ પણ આ ફિલ્મ જોઇ હતી. સફળતાથી ઉત્સાહિત રોહિત હવે સિંઘમ-૩ બનાવવા તૈયાર છે. દક્ષિણ ભારતમાં હાલમાં જ સિંઘમ-૩ બની છે. સની દેઓલ પણ સિંઘમ નામથી ફિલ્મ બનાવી રહ્યાની વાતો આવી હતી. પણ રોહિતે સ્પષ્ટ કર્યુ છે કે તે અજયને લઇને જ આ ફિલ્મ બનાવશે અને સિમ્બાનું શુટીંગ પત્યા પછી તુર્ત જ સિંઘમ-૩નું શુટીંગ શરૂ થઇ જશે. ૨૦૧૯માં શુટીંગ શરૂ થવાની શકયતા છે.

(11:32 am IST)