Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

હવે અહિ સુધારો થઇ રહ્યો છેઃ ઋચા ચઢ્ઢા

અભિનેત્રી ઋચા ચઢ્ઢા તેની ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટરને કારણે ફરીથી ચર્ચામાં છે.  ચર્ચામાં આવી છે. તાજેતરમાં તેણે બોલીવૂડમાં બહારથી આવતાં કલાકારો વિશે મોટી વાત કરી હતી. ઋચાએ જણાવ્યું હતું કે અનેક વખત ભલામણોને કારણે ફિલ્મોમાંથી છેલ્લી ઘડીએ એવા કલાકારોને હટાવી દેવામાં આવે છે જે ઇન્ડસ્ટ્રી બહારના હોય છે. ફિલ્મી પરિવારના ન હોય એવા કલાકારો માટે અહિ બધુ મુશ્કેલીજનક હોય છે. જો કે હવે થોડો સુધારો થઇ રહ્યો છે. બહારના કલાકારોના ઉદાહરણ આપી ઋચાએ કહ્યું હતું કે આજે રાજકુમાર રાવ અને અલી ફઝલ જેવા કલાકારોને જોઇને આશ્ચર્ય થાય છે. અલીએ વેબ સિરીઝની શરૂઆત કરી તો લોકો તેને અટકાવી રહ્યા હતાં. પરંતુ અહિ જ તેના માટે દુનિયાના દ્વાર ખુલી ગયા છે. અલી ફઝલ અને ડિમ્પલ કાપડીયા જેવા કલાકારો હવે હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે. આ એક શાનદાર વાત છે. આપ જ્યાં પહોંચવા ઇચ્છતા હો ત્યાં પહોંચવા થોડો સમય જરૂર લાગે છે, પણ તમારામાં પ્રતિભા હોવી જરૂરી છે.

(10:19 am IST)