Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

નેવુના દાયકાના ત્રણ ગાયકો એક સાથે જજ તરીકે

ટીવી ચેનલો પર અનેક સિંગીંગ રિયાલીટી શો આવતા રહે છે. જેમાં ઝી ટીવીનો સારેગામાપા લિટલ ચેમ્પસ પણ દર્શકોમાં ખુબ લોકપ્રિય છે. દેશના નાનકડા ટાબરીયા કે જેની અંદર ગાયકીની અદ્દભુત ક્ષમતા ભરેલી છે તેવા એક એકથી ચડીયાતા બાળ ગાયકો આ પ્લેટફોર્મ પર જોવા મળે છે. સારેગામાપા લિટલ ચેમ્પ્સની આઠમી સિઝન શરૂ થવાની છે. આ સિઝનમાં નેવુંના દાયકાના ખુબ જાણીતા ગાયકો નિર્ણાયક તરીકે જોવા મળવાના છે. જેણે એ વખતે અસંખ્ય સુપરહિટ ગીતો ગાયા હતાં અને આજે પણ તેના આ ગીતો સાંભળવામાં આવે છે. ત્રણ ગાયકો અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને કુમાર સાનુ આ સિઝનમાં જજ તરીકે કામ કરશે. સાતમી સિઝનનું સંચાલન રવિ દુબેએ સંભાળ્યું હતું. ત્યારે જજ તરીકે રિચા શર્મા, શાન અને અમાલ મલિક હતાં. આ વખતે શોને મનિષ પોલ હોસ્ટ કરશે. ૨૯મી ફેબ્રુઆરીથી આ શો શરૂ થઇ જાય તેવી શકયતા છે.

(10:28 am IST)