Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

હૈદરાબાદમાં 37 કરોડનું મકાન ખરીદ્યુ રામચરણે

મુંબઈ: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર એવા અભિનેતા રામચરણ ટોલિવૂડમાં સૌથી અમીર એક્ટરોમાંનો એક ગણાય છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટસ અને પર્સનલ ઇન્વેસ્ટમેન્ટસમાં પણ ખૂબ રૂપિયા કમાય છે. રામચરણે હૈદરાબાદના જુબલી હિલ્સના પ્રાઇમ લોકેશનમાં એક ઘર ખરીદ્યુ છે. ઘરની કિંમત લગભગ ૩૮ કરોડ રૂપિયા છે. અહેવાલો મુજબ રામચરણની નેટવર્થ ૧,૩૦૦ કરોડ રૂપિયા છે. રામચરણનું પોતાનું નિર્માણ હાઉસ પણ છે. જેનું નામ કોનિડેલા પ્રોડક્શન્સ કંપની છે. તેના પ્રોડક્શનની આગામી ફિલ્મમાં તેના પિતા ચિરંજીવી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ તેલુગુ, તામિલ અને હિન્દી એમ ત્રણ ભાષામાં રિલીઝ થશે.

 

(4:22 pm IST)