Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ફિલ્મ 'મિશન મંગલ'નું શૂટિંગ પૂરું કર્યું તાપસી પન્નૂએ

મુંબઈ: મોખરાની અભિનેત્રી તાપસી પન્નુએ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે મેં મિશન મંગલના મારા કામને પૂર્ણ કરી લીધું હતું. ફિલ્મ ભારતની અવકાશ સિદ્ધિ વિશે છે.અક્ષય કુમારે તમામ મહિલા વિજ્ઞાાની અવકાશ યાત્રાની સિદ્ધિ મેળવતી હોય એવો દ્રષ્ટિકોણ રાખીને ફિલ્મ બનાવી હતી.  ફિલ્મમાં અક્ષય કુમાર અને તાપસી ઉપરાંત કીર્તિ કુલ્હારી, સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન, નિત્યા મેનન અને શર્મન જોશી ચમકી રહ્યાં છે. ઔભારતની અવકાશ યાત્રા વિશેની પહેલી ફિલ્મ તરીકે ઓળખાવાતી ફિલ્મનું ડાયરેક્શન જગન શક્તિ કરી રહ્યા છે. તાપસીએ ફિલ્મના સેટ પરના પોતાના એક ફોટોગ્રાફને શૅર કરતાં લખ્યું, વધુ એક યાત્રા પૂરી કરી... મિશન મંગલનું મારા હિસ્સાનંુ કામ મેં પૂરું કર્યું... ફિલ્મમાં મે કૃતિકા અગ્રવાલ નામનું પાત્ર કર્યંુ છે. હિયર ઇઝ ધી એન્ડ ઑફ કૃતિકા અગ્રવાલ્સ કેરેક્ટર્સ વર્ક...એણે વધુમાં લખ્યંુ હતું કે દરેક ફિલ્મ મારા માટે એક શિક્ષક બનીને આવે છે... દરેક ફિલ્મ મને કશુંક નવું શીખવે છે...સંઘબળ કેવું સરસ કામ કરી શકે છે એનો એક સરસ દાખલો હતો...અનુભવ કાયમ માટે યાદ રહી જાય એવો હતો...ફિલ્મ સ્વાતંત્ર્ય દિવસે ઑગષ્ટની ૧૫મીએ રજૂ કરવાની અક્ષયની યોજના છે.

 

 

(4:21 pm IST)