Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ફિલ્મો માટે પ્રયોગો કરવાથી ડરવાનો નથીઃ શાહરૂખ ખાન

બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો ફલોપ નિવડ્યા પછી શાહરૂખ હવે બીજા પ્રોજેકટમાં વ્યસ્ત થયો છે. જો કે તે હવે પછીના કામ સમજી વિચારીને હાથ પર લઇ રહ્યો છે. બોલીવૂડના બાદશાહ ગણાતા શાહરૂખની ઝીરો પહેલાની અમુક ફિલ્મો પણ સફળ નિવડી નહોતી. તાજેતરમાં શાહરૂખે કહ્યું હતું કે મને ડર લાગે છે કે હું કયાંક સાધારણ થઇ જઇશ અને કંટાળાજનક ફિલ્મો કરવા માંડીશ, પણ હું નવા પ્રયોગો કરવાથી ડરવા માંડુ તેવું નહિ થાય. હું નથી ઇચ્છતો કે હું એવી ફિલ્મો કરુ કે જે થોડા પૈસા કમાઇ લે અને હું તેમાંથી નવી કાર ખરીદી લઉ. બધુ રૂટીન ચાલે એવુ નથી ઇચ્છતો. હું અલગ-અલગ પાત્રો નિભાવવા ઇચ્છુ છું. હું  ફિલ્મોમાં સતત પ્રયોગ કરવા ઇચ્છુ છું. ઝીરોમાં મેં પડકાર ઝીલ્યો હતો. હું જોખમ લેવાથી ડરતો નથી. શાહરૂખને દિલવાલે, ફૈન, જબ હેરી મેટ સેજલ અને ઝીરોની નિષ્ફળતા પછી હવે એક સુપરડુપર હિટ ફિલ્મની તલાશ છે.

 

(4:23 pm IST)