Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

નિમકી મુખિયા... ભૂમિકાએ ગોવામાં ઉજવ્યો જન્મદિવસ

ટીવી પરદે સિરીયલમાં નિમકી મુખીયાનો રોલ નિભાવી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી ભૂમિકા ગુરંગે તાજેતરમાં ગોવાની સફર માણી હતી. સિરીયલમાં ગામડાની બિન્દાસ્ત છોકરીના રોલમાં સોૈની પ્રશંસા મેળવી રહેલી ભૂમિકા અસલ જિંદગીમાં અત્યંત હોટ અને ગ્લેમરસ લાઇફસ્ટાઇલ ધરાવે છે. ગોવામાં તેણે મિત્રો સાથે ખુબ મોજ મસ્તીથી વેકેશન માણ્યું હતું. ભૂમિકાએ પોતાની હોટ તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં અસંખ્ય ચાહકોએ લાઇક કરી હતી. સમુદ્ર કિનારે બ્લેક બિકીનીમાં ભૂમિકા અત્યંત હોટ દેખાઇ રહી છે. સાથો સાથ તેણે ગોવામાં મિત્રો સાથે પોતાનો બર્થ ડે પણ ઉજવ્યો હતો. ભૂમિકા કોરિયોગ્રાફર અમિતસિંહ ગોસાઇ સાથે રિલેશનશીપમાં છે. ચાર વર્ષથી બંને વચ્ચે અફેર છે. ભૂમિકાનો જન્મ પુનામાં થયો છે. અભિનયમાં આવ્યા પહેલા તે મુંબઇમાં ખાનગી નોકરી કરતી હતી. તેણે બિઝનેશ ડેવલેપમેન્ટ એકઝીકયુટિવ તરીકે પણ કામ કર્યુ છે.

(4:23 pm IST)