Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સાઈ માંજરેકરની આગામી ફિલ્મ 'મેજર'નું પહેલું રોમેન્ટિક ગીત 'હૃદયમા' આ દિવસે થશે રિલીઝ

મુંબઈ: તાજેતરમાં જ દબંગ 3 ફિલ્મથી ડેબ્યૂ કરનાર બોલિવૂડની નવોદિત કલાકાર સાઈ માંજરેકર હવે તેલુગુ ફિલ્મ ‘મેજર’થી સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સાઈની ફિલ્મ મેજરના પ્રથમ રોમેન્ટિક ગીત હૃદયમાનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરની સાથે ગીતની રિલીઝ ડેટ પણ નક્કી કરવામાં આવી છે. આ ગીત 07 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થશે. અભિનેત્રી સાઈ માંજરેકરે પોતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ગીતનું પોસ્ટર શેર કરતા આ માહિતી આપી હતી.

(6:07 pm IST)