Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મુંબઇ એરપોર્ટ ઉપર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન જેવા દેખાતા યુવક એરપોર્ટ ઉપર જ ટોયલેટ કરવા લાગ્‍યોઃ અયોગ્‍ય વર્તનની ભારે ટીકા

હાવભાવ, હેર સ્‍ટાઇલ, કપડા પહેરવાની સ્‍ટાઇલ આર્યન ખાન જેવી

નવી દિલ્હી: ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે જેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ગણતરીની પળોમાં વાયરલ થઈ જાય છે. અનેકવાર આવા વાયરલ વીડિયોને કારણે લોકોને પોતાની છબી ખરાબ થવાનો ડર પણ લાગે છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. આ વીડિયોમાં એક છોકરો એરપોર્ટ પર ટોઈલેટ કરતો જોવા મળે છે. વાયરલ પોસ્ટમાં દાવો કરાયો છે કે આ છોકરો બીજો કોઈ નહીં પરંતુ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન છે. જાણો આ વાયરલ વીડિયોનું સત્ય...

નશામાં જોવા મળ્યો યુવક

આ વાયરલ વીડિયોમાં જે યુવક જોવા મળે છે તેણે ડેનિમ જીન્સની સાથે ક્રીમ કલરની ફૂલ સ્લીવ ટી-શર્ટ પહેરી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફનો એક વ્યક્તિ તેને કઈક કહે છે અને તેનો હાથ પકડી લે છે. ત્યારબાદ તે વ્યક્તિ તેનો હાથ છોડી દે છે અને તે યુવક લથડિયા ખાતો ચાલવા લાગે છે. જેને જોઈને સ્પષ્ટપણે લાગે છે કે તે યુવક નશામાં ચૂર છે.

અચાનક કરવા લાગ્યો ટોઈલેટ

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક અચાનક પેન્ટ ઓપન કરીને એરપોર્ટ પર જ ટોઈલેટ કરવા લાગે છે. જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ જાય છે. આમ કરતા તેને ગ્રાઉન્ડ સ્ટાફનો કર્મી રોકે છે.

જાણો કેમ આર્યન ખાનનું નામ જોડાયું?

હકીકતમાં વીડિયોમાં જે યુવક જોવા મળી રહ્યો છે તેના હાવભાવ, હેરસ્ટાઈલ અને કપડાં પહેરવાની સ્ટાઈલ પણ અદ્દલ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન જેવી છે. જેના કારણે લોકો તેને આર્યન ખાન સમજી રહ્યા છે. પરંતુ આ સત્ય નથી.

જાણો વાયરલ વીડિયોનું સત્ય

આ વીડિયો લગભગ 9 વર્ષ જૂનો છે. વીડિયોમાં જોવા મળી રહેલા યુવકનું નામ બ્રોન્સન પેલેટિયર છે જે 2009-12 માં ‘The Twilight Saga’ સિરીઝની 4 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ડિસેમ્બર 2012ની આ ઘટનાનો ઉલ્લેખ બ્રોન્સન પેલેટિયરે  પોતાના વિકિપિડિયામાં પણ કર્યો છે. આ બનાવ બાદ તેને 2 વર્ષ માટે પ્રોબેશનમાં પણ મોકલવામાં આવ્યો હતો. એટલે કે તેનાથી સાબિત થાય છે કે આ વાયરલ વીડિયમાં જોવા મળી રહેલો વ્યક્તિ આર્યન ખાન નહીં પરંતુ અભિનેતા બ્રોન્સન પેલેટિયર છે.

(5:13 pm IST)