Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

જોખમ વગર મજા નથીઃ રણવીરસિંહ

અભિનેતા રણવીરસિંહે સખત મહેનતથી બોલીવૂડમાં સ્થાન મેળવ્યું છે. તેણે અનેક સફળ ફિલ્મો આપી છે. તાજેતરમાં જ તેની ફિલ્મ ૮૩ પણ સુપરહિટ સાબિત થઇ ચુકી છે. બોલીવૂડમાં રણવીરે બેન્ડ બાજા બારાત, રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત, સિમ્બા, ગલીબોય સહિતની ફિલ્મો આપી છે. આ તમામ ફિલ્મોમાં તેણે લૂક, બોડી ટ્રાન્સફરર્મેશન સહિતની વાતે જોખમ લીધું હતું અને તમામ સફળ પણ સાબિત થઇ હતી. રણવીર સ્વીકારે છેકે જોખમ વગર મજા નથી.  ૮૩માં તેણે કપિલ દેવના પાત્ર બોલવાની ઢબથી લઈને બોડી લેન્ગ્વેજમાં પણ ખુબ સારુ કામ કર્યુ છે. રણવીર કહે છે જે ફિલ્મમાં મોટુ જોખમ ન હોય તે મારા માટે મહત્વનું નથી. જોખમ જેટલુ મોટુ હશે તેનું પરિણામ પણ એટલુ જ સારું હશે. સતત મનોરંજન પુરું પાડે એવી ફિલ્મો જ હું કરવા ઇચ્છુ છું. કારણ કે હું સ્ટાર બનતાં પહેલા એક એકટર છું.

(10:02 am IST)