Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મને ફરક પડતો નથીઃ તાપસી પન્નુ

તાપસી પન્નએ બોલીવૂડમાં અત્યાર સુધીમાં જેટલી ફિલ્મો કરી છે તેમાં સોૈથી વધુ ચર્ચાસ્પદ પ્રોજેકટમાંથી એક ફિલ્મ 'હસીન દિલરૂબા' છે. આ ફિલ્મ રોમાન્ટીક મિસ્ટ્રી છે. જેમાં તાપસી સાથે વિક્રાંત મેસ્સી મુખ્ય ભુમિકામાં છે. તાપસી કહે છે પ્રારંભે ફિલ્મની લેખિકા કનીકા ઢિલ્લોન મારી સાથે કામ કરવા નહોતી ઇચ્છતી. પણ જ્યારે બીજી અભિનેત્રીઓએ આ ઓફર નકારી કાઢી ત્યારે મને ઓફર થઇ હતી અને મેં કામ સ્વીકાર્યુ હતું. હું આ ફિલ્મમાં કામ કરીને અત્યંત ખુશ છું. કારણ કે આ કામ હું પહેલેથી કરવા ઇચ્છતી હતી. હું તો હજુ સુધી એ સમજી શકી નથી કે કોઇ આવા પ્રોજેકટને ના શા માટે પાડી શકે? તાપસી કહે છેઆ એક ગ્રે એકટર છે. જે મોટા ભાગે કોઇ હિરોઇન કરવા તૈયાર થતી હોતી નથી. વળી ફિલ્મનો હીરો કોણ છે એ તરફ પણ બધાએ નજર કરી હોઇ શકે. મને એ વાતથી ફરક નથી પડતો કે હીરો કોણ છે. મને આ ફિલ્મ મળી એ માટે મેં ભગવાનનો આભાર માન્યો છે.

(10:02 am IST)