Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કબીરસિંહની ફિલ્‍મમાં હેલ્‍પરની ભૂમિકા ભજવનાર વનિતા ખરાતે બોલ્‍ડ ફોટોશુટ કરાવ્‍યુઃ શરીરને એક પતંગ પાછળ છુપાવવા પ્રયત્‍ન કર્યો

નવી દિલ્હી: શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહલોકો હજુ પણ ભૂલ્યા નથી. તેલુગુ ફિલ્મ અર્જૂન રેડ્ડીની આ રીમેક ફિલ્મે બોક્સ ઓફિસમાં ટંકશાળ પાડી હતી અને 250 કરોડ જેટલો વકરો કર્યો હતો. ફિલ્મના તમામ પાત્રો ખુબ ફેમસ થયા હતા. ખાસ કરીને કબીર સિંહની હાઉસ હેલ્પર ખુબ ચર્ચામાં આવી હતી. અભિનેત્રી પર ખુબ મેમ્સ પણ બન્યા હતા. આ અભિનેત્રી હાલ ફરીથી ચર્ચામાં છે. અભિનેત્રીનું નામ વનિતા ખરાત છે.

વનિતાનું ફોટોશૂટ વાયરલ

કબીર સિંહ ફિલ્મમાં હેલ્પરની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી વનિતા ખરાતે એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટે ધમાલ મચાવી દીધી છે. અભિનેત્રીએ ખુબ બોલ્ડ અદાઓ દેખાડી છે. વનિતાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે.

પોતે જ શેર કર્યો ફોટો

હકીકતમાં નવા વર્ષના અવસરે વનિતા ખરાતે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાનો જ ન્યૂડ ફોટો શેર કર્યો છે. આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો તમે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર એક નજર નાખશો તો તે કદાચ જ તમને બોલ્ડ લૂકમાં જોવા મળશે. તેણે મોટાભાગે ભારતીય કપડામાં જ પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. આથી વનિતાનો આ અવતાર જોઈને તેના ફેન્સ ચોંકી ગયા છે.

આ કારણથી કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ

આ ફોટોશૂટ કરાવવા પાછળ વનિતાનો એક ખાસ હેતુ હતો. તે લોકોને 'બોડી પોઝિટિવિટી'નો સંદેશ આપવા માંગતી હતી. આ ફોટામાં તે જમીન પર બેઠેલી નજરે ચડે છે. તેણે પોતાના શરીરને એક પતંગ પાછળ છૂપાવવાનો પ્રયત્ન કર્યો છે. ફોટો શેર કરતા વનિતાએ લખ્યું કે મને મારી ટેલેન્ટ, પેશન, કોન્ફિડન્સ અને શરીર પર ગર્વ છે. આ ફોટાના માધ્યમથી વનિતાએ લોકોને સંદેશ આપ્યો છે કે બોડી શેમિંગ થવું જોઈએ નહીં. અનેક લોકોએ અભિનેત્રીની ટીકા કરી જ્યારે કેટલાક લોકોએ તેના આ બોલ્ડ સ્ટેપના વખાણ પણ કર્યા છે.

જાણો કોણ છે આ વનિતા ખરાત

'કબીર સિંહ' ફિલ્મમાં જોવા મળેલી વનિતા ખરાત મરાઠી અભિનેત્રી છે. તેણે પહેલીવાર હિન્દી ફિલ્મોમાં 'કબીર સિંહ' દ્વારા પર્દાપણ કર્યું હતું. આ અગાઉ તે અનેક મરાઠી કોમેડી શોમાં અને નાટકોમાં જોવા મળી હતી.

(5:10 pm IST)