Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ફિલ્મો નહિ, ફોટાઓને કારણે ચર્ચામાં અલાયા

બોલીવૂડ અભિનેત્રી પૂજા બેદીની દિકરી અલાયા ફર્નિચરવાલા જે હવે અલાયા એફના નામથી ઓળખાય છે તે સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. ફિલ્મોની વાત કરીએ તો અલાયાએ સૈફ અલી ખાન સાથે માત્ર એક જ ફિલ્મ કરી છે. આ વર્ષમાં જ આવેલી જવાની દિવાનીમાં સૈફ સાથે અલાયાનો અભિનય પણ ખુબ વખણાયો હતો. તેણે ન્યુયોર્ક ફિલ્મ એકેડેમીમાં અભ્યાસ કર્યો છે. કથ્થક ડાન્સ પણ તે સારી રીતે જાણે છે.

અલાયાને બીજી ફિલ્મો ઓફર થઇ રહી છે. જો કે હાલમાં તે સોશિયલ મિડીયાને કારણે ખુબ ચર્ચામાં રહે છે. તેણે તાજેતરમાં પોતાની બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી છે જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે.  તસ્વીર સાથે તેણે લખ્યું છે કે હું સ્ટૂલ પર  હમેંશા આ રીતે જ બેસુ છું. આ અગાઉ તેણે ટૂંકા ફ્રોક સાથેની તસ્વીરો મુકી હતી. તે સતત હોટ તસ્વીરોને કારણે ચાહકોની વાહ વાહી મેળવતી રહે છે.

 

(9:24 am IST)