Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પહેલા જ અઠવાડિયામાં ફિલ્મ 'સિમ્બા'એ કરી 150 કરોડની કમાણી

મુંબઈ:રણવીરસિંહની ફિલ્મ સિમ્બાએ સાત દિવસમાં ૧૫૦ કરોડની કમાણી કરી લીધી છે. શુક્રવારે કોઈ મોટી ફિલ્મ રજૂ થઈ હોવાથી સિમ્બાની બોક્સ ઓફિસ પર આગેકૂચ જારી રહે તેવું લાગે છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી જણાવ્યું હતું કે સિમ્બાએ પહેલાં દિવસમાં ૫૦ કરોડ, પાંચમાં દિવસે ૧૦૦ કરોડ અને સાતમા દિવસે ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે અઠવાડિયે કોઈ મોટી ફિલ્મ રજૂ થઈ રહી હોવાથી સિમ્બા ૨૦૦ કરોડની કમાણી વીક એન્ડમાં કરી લે તો તેમાં કોઈ નવાઈ નહીં હોય. સિમ્બાએ ઓસ્ટ્રેલિયામાં પણ એક મિલિયન ડોલરની કમાણી કરી છે. સિમ્બાની સફળતાનું શ્રેય રોહિત શેટ્ટી અને સમગ્ર ટીમને આપ્યું હતું.

(7:19 pm IST)