Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

અનુષ્કા-વિરાટનો ઓસ્ટ્રેલિયન રોમાન્સ

અનુષ્કા શર્માએ હાલમાં જ પતિ વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. અનુષ્કા અને વિરાટ હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની ટૂર પર છે. અનુષ્કા ત્યાં વિરાટ સાથે ન્યુ યર સેલિબ્રેટ કરવા પહોંચી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર સ્કોટ મોરિસનને મળવા ગઇ હતી ત્યારે અનુષ્કા પણ ત્યાં હાજર હતી. અનુષ્કા અને વિરાટે ૨૦૧૭ની ૧૧ ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યાં હતાં. હાલની ટ્રિપનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતાં અનુષ્કાએ લખ્યું હતું કે તું મને સૌથી ખુશ છોકરી બનાવે છે.(૧.૧૨)

(4:50 pm IST)