Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

રણબીર-આલિયાને હવે કોઈનો ડર નથી ?

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં ન્યુયોર્કમાં કવોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. આ બન્નેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. રણબીર અને આલિયાએ તાજેતરમાં જ એક ફેન સાથે ફોટો કિલક કર્યો હતો. તેમના ચહેરા પરની સ્માઈલ તેમની ખુશી વ્યકત કરે છે. એવું લાગી રહ્યું છે કે, આ બન્ને હવે પોતાના સંબંધોને લઈને કંઈ છુપાવવા નથી માંગતા. આલિયા ન્યુ યર મનાવવા માટે ન્યુયોર્ક પહોંચી ગઈ હતી. તેણે રણબીર અને તેની ફેમિલી સાથે ન્યુ યર સેલિબ્રેટ કર્યુ હતુ. રિશી કપુર ન્યુયોર્કમાં સપ્ટેમ્બરથી સારવાર લઈ રહ્યા છે.

(4:15 pm IST)