Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રાત ઔર દિનની રીમેક માટે ઐશ્વર્યાની ડિમાન્ડ ૧૦ કરોડ?

મુંબઇ તા. ૫ : ઐશ્વર્યા રાય બચ્ચને તેની આગામી ફિલ્મ માટે દસ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.  નર્ગિસની ૧૯૬૭માં આવેલી 'રાત ઔર દિન'ની રીમેક માટે ઐશ્વર્યાને પસંદ કરવામાં આવી હોવાની ચર્ચા છે.

આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળશે અને એથી જ તેણે ફિલ્મ માટે તૈયારી કરવાની જરૂર પડશે. આ ફિલ્મ માટે તેણે અન્ય ફિલ્મની ઓફર છોડવી પડશે એવું બની શકે છે અને એથી જ તેણે દસ કરોડની ડિમાન્ડ કરી હોવાની ચર્ચા છે. નવાઈની વાત તો એ છે કે ફિલ્મના પ્રોડ્યુસરે પણ તેની ફી વિશે કોઈ સવાલ નથી ઉઠાવ્યો.

આ ફિલ્મને 'પેડમેન' અને 'પરી'ની પ્રોડ્યુસર પ્રેરણા અરોરા પ્રોડ્યુસ કરી રહી છે. પ્રેરણાને લાગે છે કે ઐશ્વર્યા આ ફિલ્મ માટે તેનું ઘણું દાવ પર લગાવી રહી હોવાથી તેની આ ફી ડિમાન્ડ કરવી વાજબી છે. ઐશ્વર્યાએ 'ફન્ને ખાન'નું શૂટિંગ પૂરું કર્યું છે અને તે બહુ જલદી આ ફિલ્મની તૈયારી શરૂ કરશે એવી ચર્ચા છે.

(1:37 pm IST)