Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ફિલ્મનું નામ બદલવામાં આવે તો પણ દીપિકાના પાત્રનું નામ પદ્દમાવતી જ રહેશે

મુંબઇ તા. પ : દીપિકા પાદુકોણની ફિલ્મ 'પદ્માવતી'નું નામ બદલવામાં આવે તો પણ તેના પાત્રનું નામ એ જ રહેશે.. આ ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે, પરંતુ ફિલ્મનું નામ 'પદ્માવતી' ની જગ્યાએ 'પદ્માવત' કરવાનું સજેશન કર્યું હતું.

આ ફિલ્મનું જો નામ બદલવામાં આવે તો દીપિકાનું પણ નામ બદલવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. જો કે આ ફિલ્મનું નામ બદલવામાં આવે તો પણ દીપિકાનું નામ ફિલ્મમાં પદ્માવતી જ રહેશે. સેન્સર બોર્ડે ફિલ્મમાં દીપિકાના પાત્ર સાથે બદલવા માટે કોઇ સજેશન નથી કર્યું એટલે ફિલ્મમાં દીપિકાનું નામ પદમાવતી જ રહેશે.

(11:36 am IST)