Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

રાજીવ અને સુરવીન વેબ સિરીઝમાં ડોકટરના પાત્રમાં

એકતા કપૂર ટીવી શો અને ફિલ્મો બનાવવા ઉપરાંત વેબ સિરીઝ પણ બનાવી રહી છે. એકતાની વેબ ચેનલ ઓલ્ટ બાલાજી પર નવી સિરીઝ શરૂ થવાની છે. જેનું નામ 'હક સે' રખાયું છે. આ સિરીઝમાં અનેક લકોની કહાનીઓને વણી લેવામાં આવી છે. આ એવા લોકો છે જેનામાં કંઇક કરવાની ખેવના છે અને સપનાઓ છે. સિરીઝમાં રાજીવ ખંડેલવાલ અને સુરવીન ચાવલાની મુખ્ય ભૂમિકા છે. ઉપરાંત પારૂલ ગુલાટી, સિમોલ સિંહ, નિકેશા રંગવાલ અને આંચલ શર્મા પણ છે. રાજીવએ તાજેતરમાં ટ્વિટર પર આ સિરીઝનું ટીઝર પોસ્ટ કર્યુ હતું. જેમાં સુરવીન ચાવલા પણ છે. આ બંને ડોકટરના પાત્રમાં છે. કશ્મીરની આ કહાનીમાં ચાર છોકરીઓ જન્નત, મહેર, બાનો અને અમલની વાત છે. રાજીવે ટીવી શો અને ફિલ્મો પણ કરી છે. સિરીઝનું નિર્દેશન કેન ઘોષ કરી રહ્યા છે.

(9:09 am IST)