Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

કહાનીની પ્રિવકલ માટે તૈયારી

વિદ્યા બાલન હાલમાં શકુંતલા દેવીની બાયોપિકમાં કામ કરી રહી છે. હવે તે સુજોય ઘોષની ફિલ્મ કહાનીની પ્રિકવલ પણ કરવાની છે. આ ફિલ્મની કહાની પહેલી કહાની આવી હતી તેની આગળની વાતની હશે. કહાની પછી કહાની-૨ બની હતી. હવે કહાની-૩ નહિ પણ કહાની માઇનસ-વન એટલે કે પ્રિકવલ બનશે. પતિના મોત પછીથી કહાની ફિલ્મમાં બદલો લેવા માટે વિદ્યા બાગચી શું-શું કરે છે અને કેવા પ્લાન ઘડે છે તેની વાત હતી. હવે કહાની પહેલા શું થયું હતું એ વાત પ્રિકવલમાં હશે. આ માટેની સ્ક્રિપ્ટનું મોટા ભાગનું કામ પુરૂ થઇ ગયું છે. સુજોય ઘોષની દિકરી દિયા ઘોષ આ ફિલ્મનું નિર્દેશન કરશે. વિદ્યા બાલન સાથે આ વખતે અભિષેક બચ્ચનને લેવામાં આવ્યો છે. કહાનીની સિકવલમાં અર્જૂન રામપાલ હતો. જો કે સિકવલ લોકોને ખાસ ગમી નહોતી. હવે પ્રિકવલમાં સુજોય શું નવું લાવે છે તે જોવું રહ્યું. વિદ્યાએ અભિનયની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી. શકુંતલા દેવી ગણિતજ્ઞ હતાં. તેના જીવન પરની ફિલ્મ સાથે હવે કહાનીનું પણ કામ વિદ્યા કરી રહી છે.

 

(10:07 am IST)