Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

શ્વેતાના અક્ષય સાથે અનેક બોલ્ડ સિન

ટીવી પરદે કસોૈટી જિંદગી કી શોમાં પ્રેરણાનો રોલ નિભાવી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં સોની ટીવીના શો મેરે ડેડ કી દૂલ્હનમાં દેખાઇ રહી છે. આ ઉપરાંત તે વેબ સીરિઝ પણ કરી રહી છે. આ સીરિઝનું નામ 'હમ તુમ એન્ડ ધેમ' છે. અલ્ટ બાલાજીની આ વેબ સીરિઝમાં શ્વેતા તિવારીએ અનેક બોલ્ડ સિન આપ્યા છે. ફેમિલી ડ્રામા અને રોમાન્સથી ભરપૂર આ વેબ સીરિઝમાં શ્વેતા તિવારીની જોડી અક્ષય ઓબેરોય સાથે છે. શ્વેતા અને અક્ષય વચ્ચે અનેક બોલ્ડ સિન્સ આ સીરિઝમાં છે. ટ્રેલરમાં જ શ્વેતા અને અક્ષયના લિપલોકસ સિન્સ જોવા મળ્યા છે. આવું કદાચ પહેલી વાર બન્યું છે, જ્યાં શ્વેતાએ ઓનસ્ક્રીન અંતરંગ દ્રશ્યો આપ્યા છે. બે મિનીટ અને બેતાલીશ સેકન્ડના ટ્રેલરમાં શ્વેતા-અક્ષય અનેકવાર ઇંટિમેટ થતાં દેખાય છે. શ્વતેા પ્રતિભાશાળી મહિલા છે. તો સાથો સાથ ઇંટેલીજન્ટ અને ઇમોશનલ પણ છે. બીજી તરફ અક્ષય બેજવાબદાર વ્યકિતના રોલમાં છે. ઝી-૫ ઉપર આ સીરિઝ છઠ્ઠી ડિસેમ્બરથી શરૂ થશે

(10:06 am IST)