Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

૧૩મીએ લગ્ન કરશે 'ચંદ્રનંદિની' ફેઇમ શ્વેતા

બોલીવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે વધુ એક અભિનેત્રી આ મહિને લગ્ન બંધને બંધાઇ જવા તૈયાર છે. મકડી ફિલ્મની બાળ કલાકાર અને એ પછી અનેક સાઉથની ફિલ્મો તથા છેલ્લે ટીવી પરદે 'ચંદ્રનંદિની'માં મુખ્ય રોલ નિભાવનાર શ્વેતા બસુ પ્રસાદ પણ ૧૩ ડિસેમ્બરે તેના બોયફ્રેન્ડ રોહિત મિત્તલ સાથે લગ્ન કરી રહી છે. બંને પુણે ખાતે લગ્ન કરશે અને બાદમાં મુંબઇમાં રિસેપ્શન યોજાશે. જુન મહિનામાં આ બંનેએ સગાઇ કરી હતી. શ્વેતા બંગાળી છે અને મિત્તલ મારવાડી છે, જેથી બંને રિતરસમથી લગ્ન કરવામાં આવશે. શ્વેતા અને રોહિત ચાર વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા છે અને બંને વચ્ચે ખુબ સારી મિત્રતા બંધાઇ ગઇ છે. હવે બંને આ મિત્રતાને લગ્નમાં પરિવર્તિત કરવા જઇ રહ્યા છે. ગોવામાં શ્વેતાએ સામેથી રોહિતને પ્રપોઝ કર્યુ હતું અને પ્રેમકહાની આગળ વધી હતી.

 

(9:30 am IST)