Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

નવાજુદ્દિન સાથે કામ કર્યુ એ ખુબ મોટી વાતઃ સાન્યા મલ્હોત્રા

બોલીવૂડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા કહે છે ફિલ્મ 'ફોટોગ્રાફ'માં નવાજુદ્દિન સાથે કામ કરવું એ તેના માટે ખુબ મોટી વાત બની ગઇ છે. કારણ કે આ ફિલ્મ થકી મને મારા પસંદગીના અભિનેતા સાથે કામ કરવાની તક મળી છે. સાન્યાએ તાજેતરમાં ફેશન ડિઝાઇનરના સ્ટોરના લોન્ચીંગ વખતે આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે દંગલ ફિલ્મ પછી મેં તરત જ ફોટોગ્રાફ ફિલ્મ માટે શુટીંગ શરૂ કર્યુ હતું. આ મારી બીજી ફિલ્મ છે. જો કે દંગલ પછી પટાખા અને બધાઇ હો પણ રિલીઝ થઇ ગઇ છે. પરંતુ ફોટોગ્રાફ પાછળ રહી છે. નવાજ સર સાથે કામ કરવું એ મારા માટે ખુબ મોટો અનુભવ લેવા જેવું સાબિત થયું છે. વળી તે સોૈથી વધુ ગમતા અભિનેતામાંથી એક છે. તેની સાથે શુટીંગ કરતી વેળાએ પ્રારંભે હું ગભરાઇ ગઇ હતી. પણ પછી મે તેના બધા ઇન્ટરવ્યું જોયા હતાં અને કામ કરવા તૈયારી કરી હતી.

(4:24 pm IST)