Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સારા અલી ખાન ખુબ પ્રતિભાશાળી છેઃ ફઇ સોહાએ કર્યા વખાણ

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દિકરી સારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથ' આ શુક્રવારે આવી રહી છે. ત્યારે સારાના ફઇ સોહા અલી ખાને સારાના ખુબ વખાણ કર્યા છે. સોહાએ કહ્યું હતું કે સારા આ ફિલ્મ માટે ખુબ ઉત્સાહિત છે અને મને વિશ્વાસ છે કે સારા તેના અભિનય થકી લોકોને ખુબ પ્રભાવીત કરશે. અભિષેક કપૂર નિર્દેશીત આ ફિલ્મનું ટ્રેલરે સોૈને ગમ્યું છે. જો કે સાથો સાથ વિવાદ પણ ઉભો થયો હતો. એ પછી આ મહિને જ ૨૮મીએ સારાની ફિલ્મ સિમ્બા પણ આવી રહી છે. જેમાં તેનો હિરો રણવીરસિંહ છે. સોહાએ કહ્યું હતું કે સારા ખુબ જ પ્રતિભાશાળી છે. મને કેદારનાથનો પ્રોમો ખુબ ગમ્યો છે. તેનું કામ પણ મને ગમ્યું છે. સારા આત્મવિશ્વાસથી છલોછલ પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે ચોક્કસ ઉભરી આવશે. હું તેને હમેંશા શુભકામના પાઠવું છું.

 

(4:24 pm IST)