Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સતત વ્યસ્ત શ્રધ્ધા પાસે એક પછી એક નવા પ્રોજેકટ

બોલીવૂડમાં પ્રારંભે નિષ્ફળતા મેળવ્યા પછી આશિકી ગર્લ તરીકે રાતોરાત સ્ટાર બની ચુકેલી શ્રધ્ધા કપૂર એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે. તેની છેલ્લી ફિલ્મ સ્ત્રી પણ દર્શકોને ખુબ ગમી હતી. તે અલગ અલગ રોલ પસંદ કરી રહી છે. હાલમાં તે નવી ફિલ્મ 'છિછોરે'માં સુશાંતસિંહ રાજપૂત સાથે કામ કરી રહી છે. આ ફિલ્મની કહાનીમાં એક એન્જિનીયરીંગ કોલેજ કેન્દ્રમાં છે. સુશાંતસિંહ હાલમાં અભિષેક ચોૈબેની ફિલ્મ સોન ચિરૈયા પણ કરી રહ્યો છે. જેમાં તે ડાકૂના રોલમાં છે. શ્રધ્ધા કપૂર સાઉથની ફિલ્મ સાહોમાં પણ મુખ્ય હિરોઇનના રોલમાં છે. બાહુબલી ફેઇમ પ્રભાસની આ ફિલ્મમાં શ્રધ્ધાને મહત્વનો રોલ મળતાં તે અત્યંત ખુશખુશાલ છે. સાઇના નેહવાલની બાયોપીક પણ તે કરી રહી છે. સતત વ્યસ્ત શ્રધ્ધાને એક પછી એક મોટા પ્રોજેકટ મળી રહ્યા છે.

(5:15 pm IST)
  • રાજકોટ: પાક વીમાની રકમ ન ચૂકવાતા જેતપુરના દેરડી ગામના ખેડૂતો દ્વારા આશ્ચર્ય જનક કાર્યક્રમ :પાક વીમા રૂપી બીરબલની ખીચડી પકવતા ખેડૂતો :5 ગામોના 125 ખેડૂતોનો વીમો બાકી છે:ખેડૂતોનો અંદાજીત 2 કરોડ રૂપિયા ચૂકવાના બાકી. access_time 3:57 pm IST

  • કોંગ્રેસે અંતરીક્ષથી પાતાળ સુધી કર્યા કૌભાંડ : અમીતભાઇ શાહના આકરા પ્રહાર : કોંગ્રેસે અંતરીક્ષમાં ઇસરો, રજી, આકાશમાં વેસ્‍ટલેન્‍ડ હેલીકોપ્ટર, જમીનમાં આદર્શ સોસાયટી, સમુદ્રમાં સબમરીન અને પાતાળમાં કોલસા કૌભાંડ કર્યુ : રાજસ્‍થાનના ચિતોડગઢ રેલીમાં ભાજપ અધ્‍યક્ષે કોંગ્રેસ પાર્ટીને મિતિ અને સિદ્ધાંત વિહોણી પાર્ટી ગણાવી રાહુલ ગાંધીને પણ નિશાન બનાવ્‍યા access_time 12:22 am IST

  • ગાંધીનગર: લોકરક્ષક પેપર લીક મામલે અરવલ્લી ભાજપે જયેન્દ્ર રાવલને કર્યા સસ્પેન્ડ :પેપરલીક સંડોવણીમાં જયેન્દ્ર રાવલનું નામ સામે આવ્યુ હતું access_time 3:48 pm IST