Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સાઈન નેહવાલની બાયોપિક માટે શ્રદ્ધા કપૂર કરી રહી છે તનતોડ મહેનત

મુંબઈ: શ્રદ્ધા કપૂરે ‘તીન પત્તી’ જેવી ફ્લોપ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી, પરંતુ તેને અસલી ઓળખ ‘આશિકી-૨’થી મળી. ત્યાર બાદ તેણે ‘હૈદર’, ‘એબીસીડી-૨’, ‘એક વિલન’ અને ‘બાગી’ જેવી સફળ ફિલ્મો કરી. હવે ‘શાહો’માં તે સાઉથના સુપરસ્ટાર પ્રભાત સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત શ્રદ્ધા સાઇના નહેવાલની બાયોપિકમાં કામ કરી રહી છે.તે કહે છે કે સાઇનાની બાયો‌પિકના નિર્દેશક અમોલ ગુપ્ત મને દીકરીની જેમ રાખે છે. તેઓ કહે છે કે તેમને મારામાં અને સાઇનામાં ઘણી બધી સમાનતા દેખાય છે. અમારા બંનેના ચહેરાની બનાવટમાં પણ સમાનતા છે. હું બેડમિન્ટનના ૩૨ ક્લાસ પૂર્ણ કરી ચૂકી છું. મને તે રમત સાથે પ્રેમ છે. હું આ ફિલ્મ પૂરી થઇ જશે તો પણ બેડમિન્ટન સાથે જોડાયેલી રહીશ. હું એક મોર્નિંગ પર્સન છું અને સવારે પાંચ વાગ્યે ઊઠી જાઉં છું. હું મારા દિવસનો વધુમાં વધુ ઉપયોગ કરું છું.

શ્રદ્ધા પ્રભાસ સાથેની ‘શાહો’ ફિલ્મ અંગે વાત કરતાં કહે છે કે આ મારી પહેલી બહુભાષી ફિલ્મ છે. આ જ વાત ફિલ્મને રોચક બનાવે છે. હું પ્રભાસની સાથે કામ કરીને ખૂબ જ એક્સાઇટ છું. ‘આશિકી-૨’ના કો-સ્ટાર આદિત્ય રોય કપૂર સાથે શ્રદ્ધાના લિંકઅપના સમાચાર હતા, પરંતુ શ્રદ્ધા કહે છે કે હું આ બધી બાબતો પર ધ્યાન આપતી નથી. લાંબા સમયથી મેં કોઇ રજા લીધી નથી. હું થોડા સમય બાદ એક નાનકડું વેકેશન લેવા ઇચ્છું છું.

 

(7:04 pm IST)