Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

નંબરની સ્પર્ધા શરૂ ન થાય તો સારૃઃ રસિકા દુગ્ગલ

કોરોના મહામારીના સમયમાં લોકોને મનોરંજન માટે હાથવગુ હથીયાર કોઇ રહ્યું હોય તે એ હતું ઓટીટી પ્લેટફોર્મ. હવે આ પ્લેટફોર્મ વધુ ને વધુ લોકપ્રિય બન્યું છે. અજય દેવગણ, અક્ષય કુમાર જેવા સુપરસ્ટારની ફિલ્મો પણ ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. મિરઝાપુરમાં કાલીન ભૈયાની પત્નિ બીનાનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી રસિકા દુગ્ગલ કહે છે આ પ્લેટફોર્મ પર નંબરની કોઇ સ્પર્ધા નથી. અહિ ફિલ્મોની જેમ નંબરની રેસ નથી હોતી, અહિ સારી કહાની પર વધુ ધ્યાન અપાય છે. વધુને વધુ સારી કહાની આપવાની હોડ અહિ ચોક્કસ છે. રસિકા કહે છે કે હું આશા રાખુ છું કે ઓટીટી પ્લેટફોર્મ નંબર રિલીઝ નહિ કરે. જો મોટા સ્ટારની ફિલ્મો અહિ આવે પછી નંબર રિલીઝ કરવામાં આવશે તો એનાથી એવું લાગશે કે આ પ્લેટફોર્મ પર સ્ટાર્સ જ ઓડિયન્સ ખેંચી શકે છે. હકિકતે તો અહિ સારી વસ્તુ દર્શકોને ખેંચે છે. રસિકાએ દિલ્હી ક્રાઇમ, આઉટ ઓફ લવ, મેડ ઇન હેવન, એ સુટેબલ બોય જેવી વેબ સિરીઝ પણ કરી છે.

(11:14 am IST)