Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ફરી એકવાર એલ આનંદની ફિલ્મમાં કામ કરશે કેટરીના કૈફ

મુંબઇકેટરિના કૈફે આનંદ એલ રાય નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ ઝીરોમાં કામ કર્યુ  હતુ.હવે અભિનેત્રી ફરી  આનંદ એલ રાયની ફિલ્મમાં કામ કરવાની છે એક કોરીયન ફિલ્મની રીમેક હશે જેનું નામ મિસ અને મિસિસ કોપ હશે. ફિલ્મમાં કેટરિના મહિલા પોલીસની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં વધુ એક અભિનેત્રી હશે જેને હજી ફાઇનલ કરવામાં આવી નથી એક ક્રાઇમ કોમેડી ફિલ્મ બનશે. કોરિયા અને ભારતની સંસ્કૃતિ  સમાન હોવાથી ભારતીય દર્શકોને ફિલ્મ ચોક્કસ પસંદ પડશે તેવી આનંદ એલ રાયને ખાતરી છે. અન્ય અભિનેત્રી તરીકે વિદ્યા બાલનનું નામ બોલાઇ રહ્યું છે. કેટરિના મિસ કોપ અને વિદ્યા બાલન ્મિસિસ કોપ તરીકે હશેઆનંદ એલ રાય સાથે શાહરૂખ પણ ફિલ્મનો સહ નિર્માતા છે. જોકે તે ફિલ્મમાં કામ કરવાનો નથી. જોકે તે કદાચ ફિલ્મમાં કેમિયો કરે અથવા તો બેકગ્રાઉન્ડમાં નેરેટર્સનો રોલ કરે તેવી શક્યતા છે

(5:17 pm IST)